પાવાગઢ ચાંપાનેર કેરાં વન વગડા ની વાટે.... કાળી,ભદ્રકાળી દેવી સ્થળો તણાં દરબાર દ્વારે ... (મારો યાદગાર પ્રવાસ)
પાવાગઢ ચાંપાનેર કેરાં વન વગડા ની વાટે....
કાળી,ભદ્રકાળી દેવી સ્થળો તણાં દરબાર દ્વારે ....
✍️લક્ષમણ રાઠવા ઘોઘંબા
*(મારો યાદગાર પ્રવાસ)*
અત્યારે દિવાળી નો શુભ પર્વ ચાલી રહ્યો છે ત્યારે આખા દેશમાં આનંદ, ઉત્સાહ જોવા મળી રહ્યો છે.દિવાળી ના આ તહેવાર માં હિંદુ ધર્મ ના વિક્રમ સંવત ડાયરી ની શરૂઆત થતી હોય છે. ત્યારે કહેવામાં આવે છે કે નવું વર્ષ દર વર્ષે આવે છે અને જાય છે.નવું વર્ષ એ બીજું કશું નથી પણ ડાયરી કે ગણતરીનો સરવાળો છે. જે સતત વધતો જ રહે છે. જીવનના ગણિતમાં કોણ ક્યારે બાદ થાય એ નક્કી નથી હોતું. માણસ એકબીજાને સથવારે જીવતો હોય છે. એનાં મનને પામવું અઘરું છે. જે પામવા એ મથતો હોય એ ન પામીને એને પીડા થાય છે. એને બીજામાં જ ખામી દેખાય છે. પોતાનામાં નહીં. એને પોતાનું ટોળું બનાવવું છે. જે સદીઓથી થતું આવ્યું છે. આ અવનવાં ટોળાઓએ માણસને માણસ નથી રહેવા દીધો. એ ચોક્કસ ટોળામાં વહેચાતો રહ્યો છે. એનામાં ભલે લોહી એક છે પણ એ હજુ પણ વહેચાતો રહેશે. એ જ આ દુનિયામાં યુદ્ધોનું કારણ છે. આપણે યુદ્ધ નહીં બુદ્ધ જોઈએ. બુદ્ધનો માર્ગ જોઈએ...
અત્યારે દિવાળી નો શુભ પર્વ ચાલી રહ્યો છે ત્યારે આખા દેશમાં આનંદ, ઉત્સાહ જોવા મળી રહ્યો છે.દિવાળી ના આ તહેવાર માં હિંદુ ધર્મ ના વિક્રમ સંવત ડાયરી ની શરૂઆત થતી હોય છે. ત્યારે કહેવામાં આવે છે કે નવું વર્ષ દર વર્ષે આવે છે અને જાય છે.નવું વર્ષ એ બીજું કશું નથી પણ ડાયરી કે ગણતરીનો સરવાળો છે. જે સતત વધતો જ રહે છે. જીવનના ગણિતમાં કોણ ક્યારે બાદ થાય એ નક્કી નથી હોતું. માણસ એકબીજાને સથવારે જીવતો હોય છે. એનાં મનને પામવું અઘરું છે. જે પામવા એ મથતો હોય એ ન પામીને એને પીડા થાય છે. એને બીજામાં જ ખામી દેખાય છે. પોતાનામાં નહીં. એને પોતાનું ટોળું બનાવવું છે. જે સદીઓથી થતું આવ્યું છે. આ અવનવાં ટોળાઓએ માણસને માણસ નથી રહેવા દીધો. એ ચોક્કસ ટોળામાં વહેચાતો રહ્યો છે. એનામાં ભલે લોહી એક છે પણ એ હજુ પણ વહેચાતો રહેશે. એ જ આ દુનિયામાં યુદ્ધોનું કારણ છે. આપણે યુદ્ધ નહીં બુદ્ધ જોઈએ. બુદ્ધનો માર્ગ જોઈએ...
ત્યારે ..આ વિક્રમ સંવત ના બેસતાં વર્ષ ના દિવસે અનેક લોકો પોતાના મન પસંદ સ્થળો પર યાત્રા ખેડવા નીકળી પડતાં હોય છે,ત્યારે મારાં મન માં પણ યાત્રા ખેડવા જવાનો વિચાર આવતાં હું પણ વહેલી સવારે આકાશમાં તારલાઓ અદસ્ય થતાં ગુલાબી ઠંડીની પહોર માં નાનાં ભૂલકાંઓ સાથે નવ-દશેક જણ સાથે પાવાગઢ શક્તિપીઠ દર્શન સહિત આખાં ગઢપાવે હિંદુ,જૈન,મુસ્લિમ ધર્મ ના સ્મારકો જોતાં જોતાં ભોમિયાં થવા નીકળી પડ્યા..
કહેવાય છે કે જયારે આપણે ક્યાંક જવાનું હોય ત્યારે જ સામે વાળા વ્યક્તિ દગો આપે ..પછી એ માણસ હોય કે માણસ દ્વારા બનાવેલ કોઈ પણ વસ્તુઓ.. એમ હમારી સાથે પણ કંઈક વહેલી સવારે એવું જ થયું કે ..હમેં પાવાગઢ જવા માટે એસ.ટી બસ વાટ જોતા હતાં.. પણ એસ.ટી બસ આવી જ નય...હમારી નાની અમઠી ટીમ સરકારી બસ ની વાટ જોતાં જોતાં પાવાગઢ જવાના ઉત્સાહ માં હમારા બોરીયા ગામથી ત્રણ કિલોમીટર દૂર આવેલ રાજગઢ સુધી પહોંચી ગઈ..ત્યાર પછી અમને ખબર પડી કે એસ,ટી બસ હવે નય આવે બસ ના ડ્રાયવર રજા પર છે..ત્યારે હમેં રાજગઢ ગામ માં આવેલ આદ્યશક્તિ અંબે માતાજી ના દર્શન કરીને..એક રીક્ષા નક્કી કરીને પાવા તરફ નીકળી પડ્યાં..
પાવા નજીકમાં આવેલ વડા તળાવ નો નજારો પાવાગઢ પર્વત નો અદભુત નજારો તળાવ ના ચોખ્ખાં પાણી માં પડવાથી તળાવ સોળે કળાએ ખીલેલું જોવાં મળ્યું તેણે માનવામાં માટે રીક્ષા ચાલક રિક્ષા રોકવા માટે જણાવ્યું કે રિક્ષા ચાલક સંજય ભાઈ રીક્ષા ઉભી રાખતાં હમારી ટિમ તળાવ ના અદભુત નઝારાને પોતાના દિલ માં વસાવવામાં માટે આનંદ ઉલ્લાસ સાથે ઉતરી પડી...વડા તળાવના આ સૌંદર્યમય વાતાવરણ ને કેટલાક સમય સુધી માન્યો સાથે સાથે વડા તળાવ ના કિનારે ઉભેલ ચબૂતરખાન મહેલ ની પણ મુલાકાત કરી,ત્યારે આ તળાવ ના ઇતિહાસ માં કહેવાય છે કે વડા તળાવ ..અમદાવાદના રાજા એ કાંકરીયા તળાવ બધાયું હતું તે વખતે બીજી તરફ ચાંપાનેરના મહમદ બેગડાંએ આ વડા તળાવ બધાવ્યું હતું..આ તળાવ ને કાંઠે મહમ્મદ બેગડાં સાથે રાણીઓ ચોમાસામાં કે ઉનાળાના દિવસોમાં તળાવ નો નજારો જોવા માટે આવતી અને અહીંયા રહેતી હતી કહેવાય છે...આજ ના સમયમાં આ મહેલ ચબૂતરાં ખાના તરીકે ઓળખવામાં આવે છે..જે આજે લોકો ને પોતાના તરફ આવવા આકર્ષિત કરે છે... ત્યારે વડા તળાવ થી પાવાગઢ તરફ નજર મારતાં જાણે ગઢ અમારી વાટ જોઈ ને ઉભો હોય તેવો આભાસ થતાં સૂર્ય અને સમય ના સથવારે જોત જોતાં માં રીક્ષા ની મુસાફરીએ પાવાગઢ ની તળેટીમાં આવેલ ચાંપાનેર માં પહોંચી ગયા.વહેલી તકે પાવાગઢ પર ચઢી શકાય તે હેતુથી પગદંડી ના માર્ગે આગળ વધવા લાગ્યાં અને એક પછી એક સ્થળો ની મુલાકાત લઈને ઇતિહાસ ને ધ્યાનમાં લઈને નિહાળવા લાગ્યાં ..કહેવાય છે કે ..ચાંપાનેર મધ્યકાલીન સમયે ગુજરાત ની રાજધાની બની ચૂકેલ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતી સૂતેલી ઇસ્લામી નગરી ચાંપાનેર આજ ના આધુનિક હાલોલ શહેર થી ૭ કિ.મી. દૂર આવેલું છે.
વનરાજ ચાવડા આ નગર આઠમી સદીમાં બંધાવ્યું હતું. પતાઈ વંશના રાવળ રાજાઓ અહીંનાં સત્તાધીશ હતા. રાવળ રાજા પતાઈ જયસિંહના હાથમાં ચાંપાનેર હતું ત્યારે મહંમદ બેગડાએ વિક્રમ સંવત ૧૫૪૧(ઈ.સ. ૧૪૮૪માં) પાવાગઢ જીતી લીધું હતું, મહંમદ બેગડાના હાથે એ સ્થાનનો અને એ રાજ્યનો નાશ થયો,અને ફરી ઇસ્લામિક સાંસ્કૃતિક રીતે આ નગરને ફરી થી નિર્માણ કરવામાં આવ્યું અને ગુજરાત ની રાજધાની બનવાનો મહત્વપૂર્ણ દરજ્જો મળ્યો હતો. ત્યારે સમય ના સથવારે મહમદ બેગડાં ના પરિવાર સહિત આ ચાંપાનેર નગર દિલ્લી ના બાદશાહ હુમાયુ આક્રમણ હુમલાના કારણે ફરી વાર મશાન માં ફેરવાઈ ગયું,ગુજરાત ની રાજધાની ચાંપાનેર થી અમદાવાદ ખસેડવામાં આવતાં..એક સમયમાં વિશાળ શહેર નો દરજ્જો ધરાવતું ગુજરાત નું પાટનગર સમય ની ગતિએ જોત જોતાં વિશાળ ઘોર જંગલો માં વિલીન થઈ ગયું..ખડેરો માં ફેરવાઈ ગયું..પરંતુ મહાકાળીના પ્રતાપે અને તેના સતથી હજી પણ આ સ્થાનનું મહત્વ દેવી તીર્થ તરીકે જળવાઈ રહ્યું છે...આમ ચાંપાનેર નો ઇતિહાસ સાચવી ને બેઠેલાં સ્થળો જોતાં જોતાં આગળ વધવા લાગ્યાં..
ત્યારે પાવાગઢ પર્વત ઉપર આવેલું મહાકાળીનું મંદિર ૨૭૨૦ ફૂટની ઊંચાઈ ઉપર છે, ચાંપાનેરથી પાવાગઢ જતાં શરૂઆતમાં જ વિશ્વામિત્રી નદી આવે છે. ત્યાં મજબૂત કિલ્લેબંધીનો નીચલો કોટ જોવાં મળે છે.ત્યારે બીજી બાજુ પર્વત ઉપર આગળ ચઢવા માટે વિવિધ દરવાજા જેવા કે ‘અટક દરવાજો ,‘બુઢિયા’ દરવાજો આવે છે, જ્યાં હિના નામનું તળાવ ઘોર જંગલ અનેક ગીચ ઝાડો ની વચ્ચે શોભતું જોવાં મળે છે, ત્યાંથી આગળ જતાં ચાર દરવાજામાંથી પસાર થવું પડે છે,તો બીજી તરફ સાત કમાનો આવેલ છે, જે રાજાઓ ના સમયે દુશ્મનો ની દેખરેખ રાખવાં માટે માચી નજીક આવેલ છે..જે પથ્થરના બનાવેલ દરવાજા માટે આખા દેશમાંભરમાં પ્રખ્યાત છે..આ સ્થળે રસ્તો વાંકોચુંકો, સર્પાકાર છે,ત્યાંથી આગળ માંચી હવેલી આવે છે ત્યાં ચાંપાનેર હોટેલ ,સહિત એક હવેલી પણ આવેલી છે,જ્યાં અંગ્રેજો વખતે અંગ્રેજો રહેતાં હતાં તેમ પણ કહેવાય છે.અહીંયા થી ખાપરા ઝવેરીના મહેલ અને ટંકભવનતરફ જવાય છે. તેનાથી આગળ સૂરજ દરવાજો આવે છે તો બીજી તરફ પાવાગઢ પર ચઢવા માટે માચી હવેલી થી બે રસ્તામાં મુખ્ય માર્ગ વહેંચાર જાય છે.. એક રોપ-વે તો બીજો રેવાપંથ..જો કોઈ વ્યક્તિ ને ઉતાવળ હોય તો રોપ-વે દ્વારા દર્શન કરીને વહેલાં ઉતરી જાય છે..ત્યારે આરામ થી ફરતાં ફરતાં દર્શન કરવાં વાળા પ્રવાસીઓ માટે તો રેવાપંથ જ ઉત્તમ માર્ગ છે અહીંથી આગળ વધતાં ડાબી બાજુએ ભદ્રકાળી જવાનો માર્ગ ફંટાઈ છે..આમ અહીંથી આગળ વધતાં હાથોયો પૂલ અને તારા દરવાજો આવે છે.વાતો અને ઉત્સાહ સાથે સાથે એકબીજા સાથે મસ્તી કરતાં કરતાં ટકોરખાનના દરવાજામાં પ્રવેશ કરીને આપણે પાવાગઢના સૌથી ઉંચા શિખર નજીક પહોંચી જઈએ છીએ. અહીં તેલિયા, છાસિયું તળાવ અને દૂધિયા તળાવ નામના તળાવો આવે છે. આ ઉપરાંત આ વિસ્તાર ખૂબ જગ્યાએ સરખો હોવાથી અહીંયા દિગંબર જૈન મંદિરો પણ આવેલાં છે,જેને અડીને આવેલા નાની મોટી ટેકરીઓ વચ્ચે આવેલ તેલીયા પાસે ગોરખ આંબલી,બોર જેવાં ઝાડો નજીક અહીંથી થોડે દૂર આગળ જતાં મકાઈ કોઠારઆવે છે. હજીયે જીર્ણ થયેલ મકાઈ કોઠારો ખીણ ની બાજુમાં ઊભા છે.જેને જોઈને આપણ ને વિચાર આવે કે પહેલાં ના સમય માં રાજાઓ દુકાળ કે અન્ય આફતો માં કામ આવે તે માટે અનાજ મૂકવા માટે આવા કોઠાર બનાવવતાં હતાં.એનાંથી થોડે દૂર જ ઉભેલ નવલખી કોઠાર પણ આવી રીતે આજે પણ ઉભી છે જે પહેલાં ના સમય માં કોઈ વસ્તુઓ કે રાણીઓ હવા ખાવા માટે બનાવવામાં આવી તે અંગે કોઈ અમને ખબર નથી પણ આ પાંચ છ કોઠાર હોવાથી આ સ્થળ વિશે હું અહીંયા કેટલાક વ્યક્તિઓ પાસે સાંભળેલું કે આ કોઠારો.
મહાભારત સમય વખત ના છે જે પાંચ પાડવો એ બંધાવ્યા હતાં અહીંયા ગુપ્તવાસ દરમ્યાન પાડવો અને દ્રૌપદી રહેતાં હતાં કહેવાય છે.. આ નવલખી કોઠાર પાસે થી જોતાં મહાકાળી શક્તિપીઠ ની ટૂંક એક વિશાળ શિવલિંગ આકાર માં ફેરવાઈ જાય છે.ત્યારે કહેવાનું મન થાય કે.. કદાચ દુનિયા નું સૌથી મોટું શિવલિંગ કદાચ પાવાગઢ ના નામે તો નય ઓળખાતું હોય..તો બીજું તરફ આગળ વધીએ તો લોકડાઉન દરમિયાન બનાવેલ નવાં પગથિયાં ચડ્યા પછી મહાકાળીના મંદિરમાં દાખલ થવાય છે. ઊભા ખડકની અંદરથી કાપી કાઢેલાં આ પગથિયાં પ્રખ્યાત મહાદેવજી સિંધીયા સરકારે એ બંધાવેલાં છે.આમ મહાકાળી માતાજી ના મંદિર માં શક્તિપીઠ દર્શન કરીને બહાર આવીએ છીએ તો દેવ ડેમ નો નજારો જોવા માં ખૂબ જ મજા આવે છે.. અહીંયા થી જાબુઘોડાના ડુંગરોમાં જગલ નજીક આવેલા રવાલીયા,શીવરાજપુર જેવાં નાનાં મોટાં પંચમહાલ ના શહેરો સ્થિર નજરે જોઈએ તો સફેદ રંગના ફૂલો જેવાં દેખાય છે..આમ ઉપર થી ફરીને નીચે ઉતરતા હાથીયા પુલ થી ભદ્રકાળી મંદિર ફરતાં ફરતાં બપોરના બે વાગ્યાં ની આજુબાજુ નીકળી પડ્યા અહીંયા થી બે ડુંગરો ની વચ્ચે આવેલી ખીણ નો નજારો તો ખૂબ ઊંડો અને ડરામણો લાગે જેને કાંઠે આવેલ પતાઈ રાજાનો મહેલ આજે પણ ખડેરો માં ફેરવાઈલો જોવાં મળી આવે છે..
આ મહેલ ના ખડેરો નો જોતા જોતા આગળ વધતાં ભદ્રકાળી માતાજી મંદિર આવી જાય છે, આ મંદિર પણ પતાઈ રાજા વખત નું માનવામાં આવે છે, જે ના ઇતિહાસ માં કહેવામાં આવે છે કે મહાકળી અને ભદ્રકાળી બંને બહેનો હતી, જે એક વખત આસો નવરાત્રિમાં પતાઈ રાજા ને મહેલે ગરબો રમતાં રાણીઓને ગરબે રમતાં જોઈ અને મહાકાળી માતાજી ગરબા રમવા જવા માટે તૈયાર થઇ ત્યારે ભદ્રકાળી માતાજી એ ભદ્રકાળી માતાજીને ગરબા રમવા જતાં રોકી કહ્યું આપણે ત્યાં ગરબા રમવા નય જવાય..ત્યારે મહાકાળી માતાજી એ ભદ્રકાળી ની વાત નય સાંભળી ને ગરબો રમવા ગયાં હતાં કહેવાય છે, ત્યાર થી બંને બહેનો એકબીજા થી રિસાય ને દૂર ૭-૮ કિલોમીટર દૂર અલગ અલગ પાવાગઢના ડુંગર પર અલગ અલગ દિશા તરફ મુખ ફેરવી ને બેસી ગયાં આજે પણ ભદ્રકાળી પૂર્વમુખ અને મહાકાળી ઉત્તરમુખ દિશા તરફ જ દરવાજા છે..ગુજરાત ની રાજધાની ચાંપાનેર થી અમદાવાદ ખસડતી વખતે અહીંયાથી ભદ્રકાળી માતાજી ને પણ અમદાવાદ શહેરમાં આવેલ લાલ દરવાજે આવેલ ભદ્ર ના કિલ્લા માં નગરદેવી તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હતાં એમ પણ કહેવામાં આવે છે...આમ અમારી ટિમ ભદ્રકાળી માતાજી ના દર્શન કરીને પછી પતાઈ રાજાના કિલ્લા ની દીવાલો ને તોડીને નીકળતી નાનકડી વાટે વહેલી તકે માચી હવેલી તરફ આવી પહોંચી..
ત્યાંથી વહેલી તકે નાસ્તો કરીને સૂર્ય અને ઘડિયાર ના સથવારે ચાંપાનેર બસ સ્ટેન્ડ જવા માટે ઘોરગીચ જંગલ વિસ્તારમાં એક નવી જ બીજી વાટે નીકળી પડ્યા આ રસ્તામાં વિશ્વામિત્રી નદીનો અદભુત નજારો,જંગલ માં આવેલ ખડેરો,નાનાં મોટાં ઉભા રહેલાં ઝરણાઓ,આરામ થી હીંચકા ખવાઈ તેવી જંગલી વેલો,કિલ્લાની દીવાલો ના દરવાજા આમ અલગ અલગ જંગલમાં આવેલી જગ્યા ઓ જેનો ઈતિહાસમાં કોઈ નામ નિશાન નથી કે સાંભળ્યું નથી તેવો રમણીયવિસ્તાર જગ્યાએ થી પસાર થઈને હમેં ફરી અટક ના દરવાજે અમારી મોટી વાટ પર ફરી મળી ગયાં જોત જોતાં ચાંપાનેર બસ સ્ટેન્ડ પર આવી પહોંચ્યા..ફરી પાછું વળીને જોતાં ગઢ એ પોતાનો અમૂલ્ય ખજાનો ગણાતાં,ખીણો,નદી,ખડેરો,જેવા સ્થળો ને જંગલમાં છુપાવીને પોતે તે ઘોરગીચ જંગલરૂપી ચાદર ઓઢીને મહાકાળી શક્તિપીઠ ને પોતાના મસ્તક પર ધારણ કરીને અમને વિદાય આપતો હોય તેમ પર્વતરાજ પાવાગઢ અમને પાછા બોલાવવા માંગતો હોય એમ અમારી તરફ મુખ રાખી ને જોવાં લાગ્યો...
ત્યારે બીજી તરફ ભગવાન સૂર્ય નારાયણ પણ ગઢપાવા પાછળ ધીમે ધીમે છુપાવવાની કોશિશ કરવા લાગ્યા હતા..જ્યારે બીજી બાજુ એક સમય ની ગુજરાત ની રાજધાની ગણાતી ચાંપાનેર નગરી અમારી ટીમને પોતાનો કેટલોક ઇતિહાસ અને સ્મારકો બતાવવામાં માટે રસ્તો આપી રહી હતી.ત્યારે હમારી ટીમે ચાંપાનેર માં આવેલ મહાકાળી,વાઘેશ્વરી માતાજી સહિત ના બે કિલ્લા ની મુલાકાત કરી ને ચાંપાનેર ચોક ફરીને અહીંયા ખડેરો,ધર્મશાળા, જૈન મંદિર જોતાં જોતાં ચાંપાનેર કિલ્લાની બહાર આવી ગયાં.. સાથે જ થોડીવાર માં સૂર્ય નારાયણ ભગવાને પોતાની પૃથ્વી લોકપર આજની સફર પુરી કરતાં અમારી નાનકડી ટીમને સાલ મુબારખ કહીને ..સવારે વહેલાં ફરી ઊગવા નું વચન આપી ગયાં... ત્યારે બીજી બાજુ અમારા સંજયભાઈ પોતાની રીક્ષા લઈને અમને લેવાં આવી પહોંચ્યા...
એની સાથે હું અને મારી ટિમ ચાંપાનેર-પાવાગઢ,વડા તળાવ પાછાં અમે આવીશું નું વચન આપીને હમેં હમારા જીવનનો યાદગાર પ્રવાસને પોત પોતાના દિલમાં સ્થાન આપીને ઘોઘંબા તરફ નીકળી પડયા......
દિવાળી થતાં ભાઈબીજ ના દિવસે પાવાગઢ ચાંપાનેર નો વર્ષો જૂનો ઇતિહાસ ઉજાગર કરતો...
✍️પંચમહાલ પ્રદેશ નો ભોમિયો ..
લક્ષમણ રાઠવા ઘોઘંબા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો