પોસ્ટ્સ

ઉતર ગુજરાતમાં ગામોમાં ચૈત્ર નવરાત્રિમાં કે તેના દિવસો બાદ ફૂલના ગરબાની પરંપરા આજે પણ યથાવત છે.પ્લાસ્ટિક ફૂલો નો ઉપયોગ કરી લાકડા કે વાંસની પટ્ટીઓથી બનાવેલા ફૂલના ગરબા અને એની વચ્ચે કોરાવેલો ગરબો મૂકી એમાં દીવો કરીને આ ફૂલનો ગરબો માથે લઈને મહિલાઓ માતાજીના ગરબે ઘૂમે છે ત્યારે શક્તિની ભક્તિ કરતી નારીશક્તિને જોવા નો લહાવો કૈંક અલગ છે

છબી
(પહેલી વખત ઉતર ગુજરાત ની નજરે.....) *ઉતર ગુજરાતમાં ગામોમાં ચૈત્ર નવરાત્રિમાં કે તેના દિવસો બાદ ફૂલના ગરબાની પરંપરા આજે પણ યથાવત છે.પ્લાસ્ટિક ફૂલો નો ઉપયોગ કરી લાકડા કે વાંસની પટ્ટીઓથી બનાવેલા ફૂલના ગરબા અને એની વચ્ચે કોરાવેલો ગરબો મૂકી એમાં દીવો કરીને આ ફૂલનો ગરબો માથે લઈને મહિલાઓ માતાજીના ગરબે ઘૂમે છે ત્યારે શક્તિની ભક્તિ કરતી નારીશક્તિને જોવા નો લહાવો કૈંક અલગ છે*.......    🌾--------------------🙏-------------------------------🙏------------------------🏹         આપણો સાંસ્કૃતિક વારસો સદીઓથી અકબંધ રહ્યો છે પરંતુ હાલ ના વર્તમાન સમયમાં તેનું આકર્ષણ દિન પ્રતિદિન ઘટી રહ્યું છે. નવી પેઢી આપણા સાંસ્કૃતિક વારસાને એટલું મહત્વ આપતી હોય એવું લાગતું નથી.પશ્ચિમી સંસ્કૃતિ દેશના યુવાનોને આકર્ષિત કરે છે અને તેમાંથી મોટાભાગના આપણી સંસ્કૃતિ અને પરંપરાઓને નીચું જુએ છે.યુવા પેઢી પોતાની જ દુનિયામાં એટલી મશગૂલ છે અને એટલી સ્વકેન્દ્રી બની ગઈ છે કે વડીલોએ આપેલા સાંસ્કૃતિક મૂલ્યોને તે બહુ ધ્યાન આપતી નથી.આપણા સમાજે અનેક ફેરફારો જોયા છે. દાખલા તરીકે, નવી ન્યુક્લિયર ફે...