ઉતર ગુજરાતમાં ગામોમાં ચૈત્ર નવરાત્રિમાં કે તેના દિવસો બાદ ફૂલના ગરબાની પરંપરા આજે પણ યથાવત છે.પ્લાસ્ટિક ફૂલો નો ઉપયોગ કરી લાકડા કે વાંસની પટ્ટીઓથી બનાવેલા ફૂલના ગરબા અને એની વચ્ચે કોરાવેલો ગરબો મૂકી એમાં દીવો કરીને આ ફૂલનો ગરબો માથે લઈને મહિલાઓ માતાજીના ગરબે ઘૂમે છે ત્યારે શક્તિની ભક્તિ કરતી નારીશક્તિને જોવા નો લહાવો કૈંક અલગ છે
(પહેલી વખત ઉતર ગુજરાત ની નજરે.....)
*ઉતર ગુજરાતમાં ગામોમાં ચૈત્ર નવરાત્રિમાં કે તેના દિવસો બાદ ફૂલના ગરબાની પરંપરા આજે પણ યથાવત છે.પ્લાસ્ટિક ફૂલો નો ઉપયોગ કરી લાકડા કે વાંસની પટ્ટીઓથી બનાવેલા ફૂલના ગરબા અને એની વચ્ચે કોરાવેલો ગરબો મૂકી એમાં દીવો કરીને આ ફૂલનો ગરબો માથે લઈને મહિલાઓ માતાજીના ગરબે ઘૂમે છે ત્યારે શક્તિની ભક્તિ કરતી નારીશક્તિને જોવા નો લહાવો કૈંક અલગ છે*.......
🌾--------------------🙏-------------------------------🙏------------------------🏹
આપણો સાંસ્કૃતિક વારસો સદીઓથી અકબંધ રહ્યો છે પરંતુ હાલ ના વર્તમાન સમયમાં તેનું આકર્ષણ દિન પ્રતિદિન ઘટી રહ્યું છે. નવી પેઢી આપણા સાંસ્કૃતિક વારસાને એટલું મહત્વ આપતી હોય એવું લાગતું નથી.પશ્ચિમી સંસ્કૃતિ દેશના યુવાનોને આકર્ષિત કરે છે અને તેમાંથી મોટાભાગના આપણી સંસ્કૃતિ અને પરંપરાઓને નીચું જુએ છે.યુવા પેઢી પોતાની જ દુનિયામાં એટલી મશગૂલ છે અને એટલી સ્વકેન્દ્રી બની ગઈ છે કે વડીલોએ આપેલા સાંસ્કૃતિક મૂલ્યોને તે બહુ ધ્યાન આપતી નથી.આપણા સમાજે અનેક ફેરફારો જોયા છે. દાખલા તરીકે, નવી ન્યુક્લિયર ફેમિલી સિસ્ટમને માર્ગ આપીને આપણી સંયુક્ત કુટુંબ વ્યવસ્થા લુપ્ત થઈ ગઈ છે. ટેક્નોલોજીના વિકાસ અને ઈન્ટરનેટ અને સ્માર્ટ ફોનના આગમનએ આપણને આપણા સાંસ્કૃતિક વારસાથી વધુ દૂર કરી દીધા છે. આજની યુવા પેઢીમાં ભારતીય વારસા પ્રત્યે પ્રેમ જગાડવો એ આપણાં દરેક વડીલોની ફરજ છે. આ શરૂઆતથી જ કરવું જોઈએ તો જ આપણે આપણા સમૃદ્ધ વારસાને સાચવી શકીશું.છેલ્લા કેટલાક દાયકાઓમાં આપણા સમાજે જબરદસ્ત ફેરફારો જોયા છે. અંગ્રેજો દ્વારા આપણા દેશના વસાહતી કરણ થી આપણા દેશમાં પશ્ચિમી સંસ્કૃતિ આવી. વર્ષો જૂની પરંપરાઓ બદલાવા લાગી. આજે, ભારતીય પોશાક પશ્ચિમી સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત છે..
આવા સમયમાં પણ હાલમાં હોળી પર્વ ના તહેવાર અને ઉત્સવો પૂરા થતા ની સાથે ઉત્તર ગુજરાતનાં ગામોમાં ચૈત્ર નવરાત્રિમાં કે તેના દિવસો બાદ ફૂલના ગરબાની પરંપરા આજે પણ યથાવત છે. લાકડા કે વાંસની પટ્ટીઓથી બનાવેલા ચારથી પાંચ ફુટની ઊંચાઈના તેમ જ કલરિંગ કાગળથી ડેકોરેશન કરેલા ફૂલના ગરબા અને એની વચ્ચે કોરાવેલો ગરબો મૂકી એમાં દીવો કરીને આ ફૂલનો ગરબો માથે લઈને મહિલાઓ માતાજીના ગરબે ઘૂમે છે ત્યારે શક્તિની ભક્તિ કરતી નારીશક્તિને જોવી એક અલૌકિક લહાવો છે..
"‘હે માને પાંચ તે ગરબા મનગમતા મારી સૈયરુ રે...’'
ઉત્તર ગુજરાતનાં ગામડાંઓમાં નવરાત્રિ અને દિવાળી દરમ્યાન જ્યારે ગાયકના અષાઢી કંઠમાંથી આ ગરબો ગવાતો હોય ત્યારે ગામની મહિલાઓ અને યુવતીઓ માથે ચારથી પાંચ ફુટના સુશોભિત કરેલા ફૂલના ગરબા મૂકીને ઢોલના તાલે ગરબે ઘૂમતી હોય છે ત્યારે શક્તિની ભક્તિનો અનોખો નજારો જોવા મળે છે.નવરાત્રિ અને દિવાળી દરમ્યાન ફૂલના ગરબા ઘણી જગ્યાએ યોજાય છે. માનેલી બાધા–માનતા માતાજીના આશીર્વાદથી પૂરી થતાં ફૂલના ગરબા કરવામાં આવે છે. ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતનાં ગામોમાં ફૂલના ગરબાની પરંપરા આજે પણ યથાવત છે. ફૂલોના ગરબા એ બાધાના ગરબા છે. ગામમાં ઘણાખરાએ વર્ષ દરમ્યાન માનતા રાખી હોય અને એ પૂરી થતાં પોતાની રીતે અથવા તો ઘણાં ગામોમાં જુદા-જુદા સમાજો દ્વારા ફૂલના પરંપરાગત ગરબાનું આયોજન થાય છે.
ફૂલોના ગરબા કેવા હોય છે, કેવી રીતે બને છે ફૂલના ગરબા એની વાત કરતાં ઉત્તર ગુજરાતમાં આવેલા મોઢેરા સૂર્યમંદિર(મહેસાણા)માં રહેતા અને ગરબાના આયોજનમાં ભાગ લેતા ચિનું ભાઈ કહે છે, ‘ખેતી સારી થાય, લગ્ન થાય, વિદેશ ફરવા વિઝા મળી જાય આમ, અનેક પ્રકારની બાધાઓ ઘણા રાખતા હોય છે અને માતાજીને પ્રાર્થના કરતા હોય છે કે કામ થઈ જશે તો ગરબો કાઢીશ. માતાજીના આશીર્વાદથી બાધા પૂરી થતા ફૂલના ગરબા કરે છે. અમારા ગામમાં અંદાજે ૧૦-૧૫જેટલા ફૂલના ગરબા નીકળે છે. દિવાળીના દિવસે ફૂલના ગરબા રમાય છે. આ ફૂલના ગરબા લાકડાં કે વાંસની પટ્ટીઓમાંથી બને છે. લગભગ ચારથી પાંચ ફુટનો ઘેરાવો અને ચારથી સાડા પાંચ ફુટ જેટલી ઊંચાઈ આ ગરબાની હોય છે. લાકડાં કે વાંસની પટ્ટીઓ ગરબાની ટોચ પર ભેગી થાય છે એટલે પૉઇન્ટ જેવું બને છે. આ ફૂલના ગરબાને પેઇન્ટિંગ કરીને તેમ જ કલરિંગ કાગળથી કે જેને ફૂલ કહેવાય છે એનાથી ગરબાને ડેકોરેશન કરે છે. અવનવી રીતે ફૂલોના ગરબાની સજાવટ કરવામાં આવે છે. આ ફૂલના ગરબામાં નીચેની સાઇડે ગરબી મૂકવામાં આવે છે અને ગરબીમાં દીવો કરવામાં આવે છે. ફૂલના ગરબાનું વજન લગભગ ૧૦ કિલો જેટલુ થતું હશે. આ ફૂલનો ગરબો માથે મૂકીને બહેનો ગરબે ઘૂમે છે. વર્ષોથી આ પરંપરા ચાલે છે. ઘણી વખત ભાઈઓ પણ ફૂલનો ગરબો માથે મૂકીને ગરબે ઘૂમે છે. બહેનો લગભગ અડધો–પોણો કલાક સુધી માથે ફૂલનો ગરબો મૂકીને ગરબે ઘૂમે છે. પછી બીજી બહેનો ગરબો માથે લઈને ગરબે ઘૂમે છે. બહેનો ગરબે ઘૂમતી હોય ત્યારે ગરબીમાં ઘી પૂરવા માટે યુવાનોની ટીમ હોય છે.’
ફૂલના ગરબાનું વજન ખાસ્સું હોવા છતાં પણ એ ગરબા માથે મૂકીને ગામની મહિલાઓ– યુવતીઓ ગરબે ઘૂમતી હોય છે ત્યારે જાણે કે સાક્ષાત શક્તિનાં દર્શનનો અહેસાસ થયાનું લાગે છે. લાકડાની પટ્ટીઓથી બનાવેલા ચારથી પાંચ ફુટની ઊંચાઈના અને કાગળના ફૂલોથી ડેકોરેશન કરેલા ફૂલના ગરબા અને એની વચ્ચે કોરાવેલો ગરબો મૂકીને એમાં દીવો કરીને આ ફૂલોનો ગરબો માથે લઈને મહિલાઓ–યુવતીઓ માતાજીના ગરબે ઘૂમે છે ત્યારે શક્તિની ભક્તિ કરતી નારીશક્તિને જોવી એક અલૌકિક લહાવો છે. તમે નવરાત્રિ કે દિવાળીમાં ઉત્તર ગુજરાત તરફ જાઓ તો આ લહાવો ચૂકતા નહીં.
*ચૈત્ર માસમાં ફૂલોના ગરબાનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે ભાવિક ભક્તો દ્વારા માતાજીની આખા વર્ષ દરમિયાન કોઈ માનતા માની હોય તેના માટે ફૂલનો ગરબો રાખવામાં આવે છે. ભાવિક ભક્તો દ્વારા માતાજીના ફુલનો ગરબો માથે લઇ વચ્ચે માટલીમાં દીવડો મૂકી અને ગરબે ઘુમતા હોય છે..
*લોકસંસ્કૃતિ માનવી કે માનવસમૂહનું સર્જન નથી, પણ અનેક લોકજાતિઓનો સમન્વય છે.માનવજાત તેની રસ, રુચિ, સુવિધાઓ અને ભૌગોલિક પરિસ્થિતિઓને આધારે કેટલીક પ્રણાલિકાઓ શરૂ થાય છે અને જાય છે. માનવજાત તેની રસ, રુચિ, આગળ ગળ જતાં જતાં રીતરિવાજ બની જાય છે.
ગુજરાતની લોકસંસ્કૃતિનો ઉદભવ સાબરમતીના કાંઠે કૂબા બાંધીને રહેતા આદિમાનવો દ્વારા થયો હોવાનું માનવામાં આવે છે.
જયારે સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિનો ઉદભવ પશુપાલન કરતી અરણ્યવાસી જાતિઓ દ્વારા થયું હોવાનું માનવામાં આવે છે.
*ફુલનો ગરબો ચૈત્ર માસ અને આસો અને કારતક માસ દરમિયાન લેવામાં આવતો હોય છે. આ ફુલનો ગરબો વાસ તેમજ કલરફુલ રીબીન અને અન્ય સુશોભિત વસ્તુઓથી શણગારવામાં આવે છે. જેમાં પ્લાસ્ટિકના ફૂલોનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ ફૂલોનો ગરબો ભાવિક ભક્તો સ્પેશિયલ ઓર્ડર આપી અને બનાવડાવામાં આવતો હોય છે.
*સંસ્કૃતિ અને ધર્મનો દેશ,અને તેમાંય જ્યારે ગુજરાતની વાત હોય ત્યારે તેને લોકસાહિત્ય અને ધર્મપ્રિય પ્રજાનું વિશેષ મહત્વ હોય છે. તેમા પણ ચૈત્ર માસમાં માતાજીના ફૂલોના ગરબાનું વિશેષ મહત્વ હોય છે..*
🌾--------------------🙏-------------------------------🙏------------------------🏹
🌾મારા પરમ મિત્ર એવા સુર્ય મંદિર મોઢેરા વાળા ચીનું ભાઈ સાથે...
✍️પંચમહાલ પ્રદેશ નો ભોમિયો લક્ષ્મણ રાઠવા ઘોઘંબા 🏹
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો