મહાભારત યુદ્ધ નો સાચો ન્યાય આપતાં બલિયાદેવ મહારાજ નો ૫૦૦૦ હજાર વર્ષો જૂનો ઇતિહાસ...
મહાભારત યુદ્ધ નો સાચો ન્યાય આપતાં બલિયાદેવ મહારાજ નો ૫૦૦૦ હજાર વર્ષો જૂનો ઇતિહાસ...
આપણો દેશ પ્રાચીન સમયથી જ ધર્મ,સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સમૃદ્ધિ ધરાવતા વારસા ના કારણે સમગ્ર વિશ્વમાં આપણો દેશ એક અનોખું સ્થાન ધરાવે છે.આપણાં દેશમાં રામાયણ,મહાભારત કાળ વખતે ઘટેલી ઘટનાઓ આજે પણ આપણ ને દેશ ના કોઈ ને કોઈ સ્થળે રામાયણ કે મહાભારત ના ધર્મનિષ્ઠ મહાન શુરવીર કે તે સમયના રાજાઓસાથે જોડાયેલી જગ્યાઓ જોવાં મળે છે,અને સાથે સાથે આજના સમયમાં તેમનાં શ્રધ્ધા ધરાવી ને તેમનું વિધિવિધાન પ્રમાણે પુજન પણ કરવામાં આવે છે,તે સ્થળો પર ખૂબ મોટાં મેળા પણ ભરાય છે.ત્યારે મહાભારત કાળ અને ઇતિહાસ સાથે મહત્વ પૂર્ણ સબંધ ધરાવતાં મહાભારત સમય ના ભીમ અને હૈડંબામાતા ના પુત્ર ગણાતાં ઘટોત્કચ અને કામકંટકકા ના પુત્ર બર્બરિકદેવના ભવ્યમંદિરો પોર,લાંભા,જેવાં ગામો સહિત નાનાં-મોટાં મંદિરો આજે આપણાં ગુજરાતમાં દરેક ગામમાં આવેલા છે,જ્યાં ભક્તો પોતાની માનતા સહિત કેટલાં ક રોગો ના રક્ષણ કાજે દર્શન કરવામાંટે જાય છે,ત્યારે બર્બરિક દેવ સાથે આવી જ બે જગ્યાઓ આજ થી ૫૦૦૦ હજાર વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતી આપણાં ગુજરાત ના પંચમહાલઅને વડોદરા જિલ્લાના ગામો બે ગામોમાં આવેલી છે.એક પંચમહાલ ના યાત્રાધામ પાવાગઢ પાસે આવેલું બળીયાદેવ ગામ અને બીજું વડોદરા શહેર નજીકમાં આવે પોર ગામ.કહેવામાં આવે છે ,કે મહાભારત ના ઇતિહાસ માં ઘાટોત્કચ અને કામકંટકકા ના પુત્રને બર્બરિક તરીકે ઓળખવામાં આવે છે,ત્યારે સમય જતાં આજ ના સમયમાં તેમને બળિયા દેવ તરીકે ઓળખવામાં આવે છે,સાથે સાથે તેમની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક વિધિવિધાન રીતે આરતીપૂજા કરવામાં આવે છે, મહાભારત કાળ માં અરવલ્લી ની પર્વતમાળા થી માંડી ને મોડાસા,ખેડા,લુણાવાડા,પંચમહાલ,દાહોદ,છોટાઉદેપુર,અલીરાજપુર ,બડવાની,ખર્ગોન,વડોદરા,રાજપીપળા,સોનગઢ,વ્યારા સુધીનાં મોટાં પ્રમાણનો વિસ્તાર હૈડંબા વન તરીકે ઓળખવામાં આવતો હતો.આ વિસ્તારમાં આવેલા ગામો ના સ્થાનિક માનવીઓ ના મુખે આજે પણ બળીયાદેવ વિશે અલગ અલગ લોકવાયકાઓ,કે કથાઓ સાંભળવા મળે છે.કહેવાય છે કે ભીમ અને હૈડંબાનો પુત્ર ઘટત્કચ ખૂબ બહાદુર યોદ્ધા હતો.જે જ્યારે ઘટોત્કચ તેમના પરિવારજનોને જોવા ઇન્દ્રપ્રસ્થ આવ્યા ત્યારે શ્રી કૃષ્ણએ પાંડવોને ઘટોત્કચાના લગ્ન જલ્દી થી કરવા માટે કહ્યું.પાંડવોએ શ્રી કૃષ્ણને ઘાટોત્કચ માટે યોગ્ય નવવધૂ શોધી આપવામાં વિનંતી કરી.ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે અસુર શિલ્પી મૂર દૈત્યની બુદ્ધિશાળી અને વીર પુત્રી કામકંટકકટા તેના માટે સૌથી યોગ્ય છે.પણ તે મૂરપુત્રી હોવાથી તેના પિતા મોરવીએ એવી શરત મૂકી છે કે તે શાસ્ત્ર શસ્ત્રો બંનેમાં તેને હરાવે તેવા નાયક સાથે જ લગ્ન કરશે.ત્યારે ભગવાન કૃષ્ણ એ કહ્યું હું જાતે જ ઘાટોત્કચને મોરવી પાસે મોકલીશ.શ્રી કૃષ્ણ દ્વારા પરીક્ષા લીધા પછી,ઘાટોત્કચ મોરવીને પાઠ ભણાવા માટે તેમના દૈવી મહેલમાં પહોંચ્યા. કહેવાય છે કે કામરુંદેશ ની કામરૂપી કામાખ્યા દેવીના એકમાત્ર ભક્ત મોરવી શસ્ત્રોના શિક્ષણમાં નિપુણ હતા.કામખ્યા દેવીએ તેમને ઘણી દૈવી શક્તિ આપીહતી. તો કેટલાક નાયકોના મુદમાલાઓ(ખોપરીઓ ની માળા) તેના મહેલના પ્રવેશદ્વાર પર લટકેલા હતા,જે મોરવી સાથે લગ્ન કરવા માટે આવ્યા હતા,પરંતુ પરાજિત થયા બાદ તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.ત્યારે ઘાટોત્કચ મોરવી સમક્ષ હાજર થયા.ત્યારે જોત જોતાં ઘાટોત્કચના રૂપઅને સુંદરતાથી મોરવી મોહિત થઈ ગયો.મોરવીને સમજાયું કે આ સામાન્ય માણસ નથી,છતાં તેણે પરીક્ષા લેવાનું નક્કી કર્યું મોરવીએ ઘટોત્કચને પૂછ્યું તમે મારા વ્રત વિશે જાણો છો તમારે તમારી ડહાપણ અને શક્તિથી મને હરાવવા પડશે.તે તમારો જીવ પણ લઈ શકે છે.આમ મોરવીએ શાસ્ત્રોઅને ગ્રંથોના પુરાવા આપીને ઘાટોત્કચને નિશસ્ત્ર કરવાનું કહ્યું.ત્યારે ઘટોત્કચાએ પૂછ્યું એક પુરૂષની પત્નીથી એક છોકરી જન્મી છે.બાળકીને જન્મ આપ્યા બાદ તેનું મોત નીપજ્યું હતું.કન્યાના પિતાએ તેને ઉછેરીને મોટી કરી.જ્યારે તે છોકરી મોટી થઈ ત્યાર પછી પિતાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ,અને પિતાએ તેની પુત્રીને કહ્યું , હું તમને કોઈ અજાણ્યા સ્થળેથી ઉપાડી લાવ્યો અને તમને ઉછેરીયા. હવે તમે મારી સાથે લગ્ન કરો અને મારી ઇચ્છા પૂર્ણ કરો.તે છોકરીને સત્ય ખબર નહોતી.એટલે અજાણતાં તેણે તેના પિતા સાથે લગ્ન કરે છે,બંનેએ સમય જતાં એક પુત્રીને જન્મ આપ્યો.મને કહો કે તે છોકરી નીચી માણસની પુત્રી છે કે દહિત્રી,સાંભળતાં જ મોરવી અવાક થઈ ગયો. શસ્ત્ર વિજ્ઞાનમાં ઘાટોત્કચને હરાવવા માટે તેણે પોતાની રમત હાથ ધરી હતી.ત્યારે ઘટોત્કચાએ મોરવીને ધરતી પર ધક્કો માર્યો.ઘાટોત્કચના હાથે બંને શાસ્ત્રો અને શસ્ત્રોમાં મોરવીનો પરાજય થયો.પોતાની હાર સ્વીકારીને તેણે ઘાટોત્કચ સાથે લગન કરવા સંમતિ આપી.ઘાટોત્કચ ને કહ્યું ઉચ્ચ કુળના લોકો ગુપ્ત રીતે લગ્ન કરતા નથી.તમે આકાશ ગમિની છો,તમેં મારી પીઠ પર બેસો અને મને મારા પરિવારની નજીક લઈ જાઓ.અમે બંને તેમની હાજરીમાં લગ્ન કરીશું.મોરવી ઘાટોત્કચને તેની પીઠ પર લાવ્યા અને તેને તેના પરિવારમાં લાવ્યા અહીં ભગવાનશ્રી કૃષ્ણ અને પાંડવોની હાજરીમાં ખાટોત્કચએ કાયદાઅને વિધિવિધાન પુર્વક કામકંટકકટા સાથે લગ્ન કર્યા.સમય ન વહેણ જતાં કામકંટકકટાએ એક બાળકને જન્મ આપ્યો.બાળકના વાળ સિંહ જેવા વાંકડિયા હતા તેથી ઘટોત્કચ એ તેનું નામ બર્બરિક રાખ્યું બાળક જન્મ સમયે સંપૂર્ણ વિકાસ પામ્યો હતો.મહાબલી ઘાટોત્કચ તે બાળક સાથે ભગવાન શ્રી કૃષ્ણની સામે મળતાં.શ્રીકૃષ્ણએ બર્બરિકને આશીર્વાદ આપ્યા.બાળ બર્બરીકે શ્રી કૃષ્ણને પૂછ્યું ભગવાન આ જીવનનો શ્રેષ્ઠ ઉપયોગ શું છે.શ્રી કૃષ્ણ બર્બરિકના આ વિચારોથી પ્રસન્ન થયા અને તેમણે તેઓનું નામ સુહદય રાખ્યું, શ્રી કૃષ્ણએ કહ્યું હે પુત્ર , આ જીવનનો સૌથી સારો ઉપયોગ સમાજસેવક અને નબળા લોકોનો સાથી બનીને ધર્મને ટેકો આપવાનો હોય છે.આ માટે તમારે શક્તિ પ્રાપ્ત કરવી પડશે.તેથી, તમે હૈડંબાવન પાસે આવેલ મહિસાગર ક્ષેત્રમાં સિદ્ધ અંબિકા અને નવદુર્ગાની પૂજા કરો અને શક્તિ પ્રાપ્ત કરો.ભગવાન શ્રીકૃષ્ણના હુકમથી,બાર્બરિકે મહિસાગર ક્ષેત્રમાં સિદ્ધ અંબિકાની પૂજા કરી. ભગવતી જગદંબા પ્રસન્ન થતાં એ વીર બાર્બરિકને ત્રણ તીર અને ધનુષ પ્રદાન કર્યું છે તેને ત્રણેય વિશ્વમાં વિજયી બનાવવા માટે સક્ષમ હતું,સાથે અમર મસ્તક અને નાધારી નામનું પ્રખ્યાત નામ મેળવ્યું એની જોડે ઘણી શક્તિઓ આપી.દૈવી તીર ત્રણેય જગતને જીતી શકે તેવા હતાં,દેવીએ સિદ્ધ અંબિકા માટે વીર બાર્બરિકને તેના સર્વોચ્ચ ભક્ત વિજય નામના બ્રાહ્મણની સિધ્ધિ કરવામાં મદદ કરવા આદેશ આપ્યો વીર બાર્બરિકના સંરક્ષણ હેઠળ વિજયે યજ્ઞની શરૂઆત કરી હતી.ત્યારે માંસ ભક્ષક રાક્ષસોના પૂર્ણ કરેલા યજ્ઞને ખલેલ પહોંચાડીને પલાસી રાક્ષસોના પૂર્ણ કરેલા યજ્ઞને ખલેલ પહોંચાડીને બાર્બરીકે યજ્ઞની વિધિપૂર્વક પૂર્ણ કરી.વીર બાર્બરિકે બ્રહ્મચારી થવાનો સંકલ્પ કર્યોકહેવાય છે. તેમણે પૃથ્વી અને પાતાળ વચ્ચેના માર્ગ પર નાગકન્યાઓના લગ્ન પ્રસ્તાવને નકારી કાઢતા કહ્યું હતું કે તેમણે હંમેશાં નબળા અને લાચાર લોકોને આજીવના બ્રહ્મચારી તરીકે મદદ કરવાનું વચન આપ્યું છે.તો બીજી તરફ સાથે સાથે વાત કરીએ તો બાર્બરિક મહાભારતનો મહાન યોદ્ધા હતો.તે ઘાટોત્કાચ અને કામકંટકકટાપુત્ર હતો.તેની માતાએ બર્બરિકને શીખવ્યું હતું કે તે હંમેશા હારેલા બાજુ જ લડવાનું તેથી કહેવાય છે તે જ સિદ્ધાંત પર લડતો રહ્યો.બાર્બરિકની આવી કેટલીક પ્રાપ્તિઓ હતી,જેની મદદથી,એક આંખ મીંચીને,તે મહાભારતના યુદ્ધમાં ભાગ લેનારા તમામ નાયકોને મારી શકે.જ્યારે તેઓ મહાભારત યુદ્ધમાં મદદ કરવા માટે આવ્યા,ત્યારે શ્રી કૃષ્ણએ તેમની શક્તિ મેળવી અને રણચંડીને બલિદાન આપવાનું નક્કી કર્યું.કહેવાય છે કે મહાભારત યુદ્ધના અંત સુધી યુદ્ધની તેમની ઇચ્છા શ્રી કૃષ્ણના આશીર્વાદથી પૂર્ણ થઈ હતી અને તેના શિરચ્છેદ કરનાર વ્યક્તિ અંત સુધી યુદ્ધ નિહાળતો રહ્યો અને વીહરતો રહ્યો.ત્યારે બીજી કેટલી માન્યતાઓ સાંભળતાં સાંભળવા મળે કે કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારતનું યુદ્ધ અનિવાર્ય બની ગયું હતું , તે સમયે બાર્બરિકને આ સમાચાર મળ્યા ત્યારે તેમની યુદ્ધમાં જોડાવાની ઇચ્છા પણ જાગી ગઈ . જ્યારે તે તેની માતા પાસેથી આશીર્વાદ મેળવવા પહોંચ્યો,ત્યારે માતાએ હારનારાને ટેકો આપવાનું વચન આપ્યું.તે પોતાના ત્રણ તીર અને ધનુષ્ય સાથે લીલા રંગના વાદળી સાથે કુરુક્ષેત્રના યાતના ક્ષેત્ર તરફ પ્રયાણ કરી રહ્યો હતો.ત્યારે રસ્તામાં સર્વવ્યાપક ભગવાન શ્રી કૃષ્ણએ તેને બર્બરિક સાથે પરિચિત થતો અટકાવવા માટે પોતાને બ્રાહ્મણ તરીકે વેશપલટો કર્યો અને તે માત્ર ત્રણ બાણોથી યુદ્ધમાં જોડાવા માટે આવ્યો છે તે જાણીને પણ તેના પર સ્મિત કર્યું .ત્યારે આ સાંભળીને બાર્બરીકે ભગવાન શ્રીકૃષ્ણ ને જવાબ આપ્યો કે દુશ્મન લશ્કરને હરાવવા માટે માત્ર એક જ તીર પૂરતો છે અને આમ કર્યા પછી,તે તારક પાછા ફરશે.જો ત્રણ તીરનો ઉપયોગ કરવામાં આવશે,તો ત્રણેય વિશ્વમાં રડવાનો અવાજ આવશે .આ સમયે શ્રી કૃષ્ણ તેમને પડકાર આપ્યો કે આ પીપળના ઝાડના બધા પત્રો વીંધવા છે,જેના હેઠળ બંને આપણે ઊભાં હતા.
બાર્બરીકે પડકાર સ્વીકાર્યો અને તેના ધનુષમાંથી એક તીર કાઢ્યું અને ભગવાનને યાદ કરી અને તે તીરને ઝાડના પાંદડા પર તરફ છોડી દીધું,તીર ક્ષણે ક્ષણે ઝાડના બધા પાંદડા વીંધીને શ્રીકૃષ્ણના પગની આસપાસ ફરવા લાગ્યું ,
કેમ કે તેણે તેના પગ નીચે એક પાંદડું છુપાવ્યું હતું,બાર્બેરીકે કહ્યું કે તમે તમારો પગ કાઢી લો નહીં તો તે તીર તમને પણ નુકસાન કરશે ભગવાન શ્રી કૃષ્ણએ બાળક બાર્બરીકને પૂછ્યું કે તે કઇ બાજુથી યુદ્ધમાં જોડાશે આ સાંભળી ને બાર્બેરીક તેની માતાને આપેલું વચન પુનરાવર્તિત કર્યું હતું ને કહ્યું કે જેની લશ્કર નબળી હતી તે બાજુથી તે યુદ્ધમાં ભાગ લેશે અને હાર તરફ દોરી જશે.શ્રી કૃષ્ણ જાણતા હતા કે યુદ્ધમાં કૌરવોની હારની ખાતરી છે અને જો બાર્બરિકે તેમનો સાથ આપ્યો તો પરિણામ તેમના પક્ષમાં આવશે .બ્રાહ્મણ વેશમાં શ્રી કૃષ્ણએ બાળકને દાન આપવાની ઇચ્છા વ્યક્ત કરી ,જેમાં વીર બાર્બરિકે તેમને વચન આપ્યું હતું કે જો તે તેની ઇચ્છા પૂરી કરી શકશે ,તો તે ચોક્કસપણે કરશે.શ્રી કૃષ્ણએ શીશનું દાન માંગ્યું .બાળક બાર્બરિક એક ક્ષણ માટે આઘાત પામ્યો,ત્યારે શ્રી કૃષ્ણ એ બબરીક ને પોતાનું મસ્તક અમર છે અંગે યાદ અપાવી,પરંતુ તેણે તેના શબ્દની દ્રડતા વ્યક્ત કરી.અને બાળક બાર્બરિકએ બ્રાહ્મણને તેના વાસ્તવિક સ્વરૂપ બતાવવા માટે પ્રાર્થના કરી મહાન સ્વરૂપે જોવાની ઇચ્છા વ્યક્ત કરી,શ્રી કૃષ્ણએ તેમને તેમનું માન સ્વરૂપ બતાવ્યું .તેમણે બાર્બરિકને સમજાવ્યું કે યુદ્ધની પૂજા માટે યુદ્ધ શરૂ થાય તે પહેલાં પરાક્રમી ક્ષત્રિયના માથાની દાનની જરૂર હોય છે,તેણે યુદ્ધમાં સૌથી બહાદુરની પદવીથી બાર્બરિકને શણગાર્યો,તેથી તેણે દાનમાં પોતાનું માથું માંગ્યું.બાર્બરિકે તેમને પ્રાર્થના કરી કે તેઓ અંત સુધી યુદ્ધ જોવા માંગે છે,શ્રી કૃષ્ણ આ સ્વીકાર્યું . ફાગણ ના દિવસે તેણે માથું દાન કર્યું તેનું માથું યુદ્ધના મેદાનની નજીક એક ટેકરી પર સજ્જ હતું જ્યાંથી બાર્બરિક આખા યુદ્ધનો હિસ્સો જોઈ શકે છે,કહેવાય છે કે મહાભારત નું યુદ્ધ ૧૮દિવસ ચાલ્યું એટલાં દિવસ બળિયા દેવ નું મસ્તક ટેકરી પર સ્થિત રહીને આખું યુદ્ધ નિહાળ્યું અને સાથે સાથે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુન ને આપેલ ગીતા ઉપદેશ સાંભળ્યો અને ભગવાન શ્રીકૃષ્ણ ના વિરાટ સ્વરૂપ ના દર્શન પણ કર્યા હતા તેમ કહેવાય છે, ત્યારે યુદ્ધના અંતે ,પાંડવોમાં પરસ્પર ચર્ચા થઈ હતી કે યુદ્ધમાં વિજયનો શ્રેય કોને જાય છે ,જેના પર શ્રી કૃષ્ણ તેમને સૂચવ્યું કે બાર્બરિકનું માથું આખા યુદ્ધનો સાક્ષી છે,તેથી આનાથી વધુનિર્ણાયક કોણ હોઈ શકે ? દરેક જણ આ માટે સહમત થયા.ત્યારે બાર્બરીકના શીશે જવાબ આપ્યો કે શ્રી કૃષ્ણએ જ યુદ્ધ જીતવા માટેનું સૌથી મોટું કામ કર્યું હતું .તેમનું શિક્ષણ ,તેમનીહાજરી , તેમની યુદ્ધની વ્યુહરચના નિર્ણાયક હતી .તે ફક્ત તેના સુદર્શન ચક્ર સાથે યુદ્ધના મેદાનમાં ચાલતો જોવા મળ્યો હતો જે દુશ્મનની સેનાને કાપી રહ્યો હતો .યુધિષ્ઠિર કહે છે મને કહો કે સત્ય શું છે જે તમે જોઈ શક્યા નહીં.
ત્યારે બાર્બરિક કહે છે ,હે આર્ચર મેં જોયું કે જ્યારે અર્જુને પોતાનો તીર ચલાવ્યો અને ભીષ્મ પિતામહને ટકોર કરી ,ત્યારે શ્રી કૃષ્ણના ચક્રએ તેમને રથ પરથી નીચે ઉતાર્યા પછી ,મેં આ જોયું ત્યારે જ્યારે અર્જુને કર્ણ પર પોતાનો બાણ ચલાવ્યો,પરંતુ શ્રી કૃષ્ણના ચક્રથી કર્ણ મરી ગયો.મેં જોયું કે જે બધી સૈન્ય મૃત્યુ પામી છે તે વાનાથી મરી નથી , તે શ્રી કૃષ્ણના વર્તુળમાંથી મરી ગયા .આ સમગ્ર યુદ્ધમાં ,જો કોઈ બહાદુર છે તો કોઈ સત્ય છે ,તો તે શ્રી કૃષ્ણ છે.સાથે જ બાર્બરીકે કહ્યું કે આ યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે નથી, પરંતુ તે શ્રી કૃષ્ણ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ હતું, આ યુદ્ધ સત્ય અને અસત્ય વચ્ચે હતું. આમાં પાંડવો જીત્યા નથી, સત્ય આમાં જીત્યું છે. તમે પાંચ હતા અને તે બતાવો, તે ફરક નથી પડતો, ફરક એ છે કે તમે સત્ય પર હતા અને તેઓ અસત્ય હતાં.આમ બળિયા દેવે ન્યાય તોળ્યો કે શ્રી કૃષ્ણના કારણે યુધ્ધ જીતાયું છે .ત્યારપછી બર્બરીકને ભગવાન શ્રી કૃષ્ણસહિત પાંડવો હેડંબા વનમાં લાવી સ્થાપના કરી હતી.અને ભગવાન શ્રી કૃષ્ણ એ બર્બરીકને વચન આપ્યું કે માનવોની સેવા કરીશ અને બળિયાદેવ તરીકે પૂજાઈશ.ત્યારે આજે પંચમહાલ માં પાવાગઢ નજીક બળીયાદેવ ગામ માં તેમનું ભવ્ય મંદિર આવેલું હતું કહેવાય છે,ચાંપાનેર પર મહમ્મદ બેગડાંએ જીત મેળવ્યાં પછી તોડી પાડવામાં આવ્યું હતું,આજે પણ અહિયાં સ્વંભુ બળીયાદેવ મહારાજ મસ્તક આવેલું છે, જેને અહીંયા ના સ્થાનિક લોકો મહાભારત કાળ નું બતાવી રહ્યા છે,અહીંયા મંદિર ની આજુબાજુ જોતાં અનેક કલાકૃતિ ધરાવતી મૂર્તિઓ,આકૃતિઓ,સહિત અનેક મોટાં મોટાં પથ્થર જોવાં મળે છે જેને જોઈ ને અનુમાન થાય કે અહીંયા પાછળ ના સમય માં ખૂબ મોટું કોઈ શહેર વસતું હશે.આજ ના સમયમાં આ બળિયા દેવ મહારાજ ના મંદિર પર થી આ ગામ નું નામ બળિયાદેવ પડ્યું કહેવાય છે.જે બળીયાદેવ મંદિર ૫૦૦૦વર્ષ જૂનો ઇતિહાસ છુપાવીને આજે પણ ઉભું છે.ત્યારે બીજી તરફ વડોદરા શહેર થી ૨૦ કિમી દૂર બળિયા દેવ નું ભવ્ય મંદિર આવેલું છે.જ્યાં પણ બલિયાદેવ મહારાજ નું મસ્તક આવેલું છે, જેનો ઇતિહાસ પણ મહાભારત સમય નો માનવામાં આવે છે.આ બંને મંદિર માં ભક્તો ની ભીડ રવિવારે ખૂબ મોટી સંખ્યામાં દર્શને આવે છે અને આ બંને મંદિરો માં પોતાની માનતા પુરી કરીને ઠડું ભોજન જમવાનો નિયમ સદીઓ થી ચાલતો આવે છે, અને તેનું પાલન દરેક ભક્તો ખૂબ જ શ્રધ્ધાપૂર્વક કરે છે.અંતે તો આ બંને મંદિરો હૈડંબાવનમાં જ આવેલાં છે,ત્યારે અહિયાં ના કુદરતી વાતાવરણ ની વાત કરીએ તો.આ વિસ્તાર મોટાં ભાગે સપાટ થતાં ક્યાંક ને ક્યાંક નાનાં મોટાં ડુંગરાળ તો ક્યાંક નર્મદા,ઓરસંગ,દેવ,કરાડ જેવી નદીઓ સાથે જોડાયેલો છે,ત્યારે આજના સમય માં પણ સત્યયુગ ની કેટલીક નામશેષ કથાવાર્તાઓ,લોકવાયકા પોતામાં સંઘરી ને બેઠો છે,ત્યારે આજ વિસ્તારમાં સાંભળેલી લોકવાયકા,સ્થળ,સ્થાનક ને આધારે બળિયાદેવ મહારાજ નો ઇતિહાસ આપની સમક્ષ રજૂ કરતો ..
✍️પંચમહાલ પ્રદેશનો ભોમિયો
લક્ષમણ રાઠવા ઘોઘંબા..
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો